ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે આવેલ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.

                            

 

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા

                       કોરોના મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.એની ઘાતક અસરોમાંથી કેટલાંક પરિવારો હજુ સુધી બહાર આવી શક્યા નથી.આવો જ એક ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે ગરીબ પણ હસતો રમતો પરિવાર સ્વ.૨મેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનો હતો.પરંતુ વર્ષ ૨૦૨૨ માં બન્નેનું અકાળે નિધન થતાં, ૪ વર્ષની નાનકડી બાળકી નોંધારી બની ગઈ છે.હવે એ બાળકી વયોવૃદ્ધ દાદાદાદી સાથે છે.દાદા લાંબી માંદગીના કારણે પથારીવશ છે.જેમાંથી દાદા અને કાકા પણ માંદગીમાંથી હાલ જ થોડા સમય પહેલા સારા થયેલ છે અને કમાનાર માત્ર વયોવૃદ્ધ દાદી જ છે.


           એ વાતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ  નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો.દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા,નિદિવ અને ધરમપુર તાલુકાના મૃદુભાષી અદના સમાજસેવક નિલમભાઈ પટેલ ઉર્ફે નીલમભાઈ ખોબા સાથે બાળકીના ઘરે બાળકીના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં પરિસ્થિતિ હાલડાં કુસ્તી કરે એવી હતી.આથી પરિવારને દોઢ-બે મહિના ચાલે એટલું અનાજ કરિયાણું આપવામાં આવ્યું હતું અને માતાપિતાની છત્રછાયા છીનવાઈ જતાં ખોબા ગામ ખાતેના છાત્રાલયમા બાળકીને પ્રવેશ અપાવી કોલેજ સુધીના ભણતરની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની ખાતરી પરિવારને સામાજિક અગ્રણી દ્વારા આપવામાં આવી હતી.  


  અને પરિવારના પડતર પ્રશ્નો માટે ગામના સરપંચ અશ્વિનભાઈપટેલ,આછવણી ગામના કારકુન મંગુભાઇ,શિક્ષક રાજેશભાઈ પટેલે ઘટતું કરવાની બાંહેધારી આપી અને મદદરૂપ થવાના પૂરતા પ્રયાસો કર્યા હતાં.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યુંહતું કે અમને અમારી ટીમ થકી ખબર પડી કે ડેબરપાડા ગામમાં એક બાળકીના ઘરની હાલત દયનીય છે.આથી અમે મિત્ર નિલમભાઈ સાથે મળીને મુલાકાત લેતા પરિસ્થિતિ ખુબજ હૃદયદ્રવક લાગતા અમે બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ભણતરની જવાબદારી માથે લીધેલ છે અને પરિવારને કોઈપણ કામમાં તકલીફ પડે તો મદદરૂપ થવાની ખાતરી આપી છે.આ સેવાયજ્ઞમા સા.આ.સ. ટીમના સભ્યોમાંથી ડો.નીરવ ગાયનેક, ડો.અમિત દળવી, દલપતભાઈ, કીર્તિભાઇ, શીલાબેન,નીતા, વંદના કાર્તિક, પથિક, જયમીન,અજય, મયુર, મેહુલ, જીજ્ઞેશ, પ્રિયાંક, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.






Post a Comment

0 Comments